મોરબી તાલુકાનાં આમરણ –જામનગર રોડ પર ફર્નીશ ઓઇલ ભરીને જતા ટેન્કરને અકસ્માત નડ્યો હતો. જેમાં ટેન્કરનુ આગળનુ ટાયર ફાટતા ટ્રેન્કર નાલામા ખાબક્યું હતું. જેથી તેમાં ભરેલ હજારો લીટર ફર્નીશ ઓઇલ ઢોળાઈ ગયું હતું જેને પગલે ટ્રક ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, શિરાપાટીયા મોતીનગર સોસાયટી પ્લોટ નં.૧૦/બી મોટીખાવડી જામનગર ખાતે રહેતા વેપારી સુબોધભાઇ બનારસીભાઇ રાઉતનું GJ-12-AW-6816 નંબરનાં ટ્રેન્કરમાં ૨૩ ટન ૬૯૦ કિગ્રા ફર્નીશ ઓઇલ ભરી ટેન્કરનો ડ્રાઇવર રામસીંગાર હવલદાર યાદવ (રહે.ચકતાલી તા.કચ્છ ગાવ બજાર જી.જૈાનપુર (યુ.પી.)) ટેન્કર ને ગફલત ભરી રીત પુરપાટ ઝડપે ચલાવી આમરણ –જામનગર રોડ આમરણ ગામના નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટેન્કરનુ આગળનુ ટાયર ફાટતા ટ્રેન્કર આમરણ ગામ પાસે નાલામા નીચે ઉતારી ગયું હતું. જેના કારણે ટ્રેન્કરમા ભરેલ ૨૩ ટન ૬૯૦ કિગ્રા ફર્નીશ ઓઇલ ઢોળાઇ જતા વેપારીને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું. તેમજ ટ્રેન્કરની કેબીનમા તથા પાછળના ટાકામા પણ નુકશાન પહોંચ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ડ્રાઈવર વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.