સતત સાત વર્ષ સુધી પરિણીતાને નાની-નાની બાબતે પતિ, સાસુ-સસરા,જેઠ અને દિયર મારઝૂડ કરતા હોય
મોરબી:મહિલાઓ ઉપર થતા ત્રાસ અને અત્યાચારો સામે અવાઝ ઉઠાવી સમાજની આખો ઉઘડતા કિસ્સામાં ટંકારના ટોળ ગામે પરિણીતાને લગ્નના એક વર્ષ બાદ પતિ સહિતના પરિવારજનો દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેમજ સતત સાત વર્ષ સુધી નાની નાની બાબતે મેણા-ટોણા તેમજ મારઝૂડ કરી ત્રાસ આપતા હોય તેમજ અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે પરિણીતાના દિયર દ્વારા પરિણીતાને લાકડા ધોકા ફટકારી ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે અત્યાચારી સાસરિયાઓ સામે પરિણીતાએ બંડ પોકારી કાયદાનો આશરો લીધો હતો, હાલ પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.
મળતી માહિતી મુજબ હાલ વાંકાનેરના સિંધાવદર ગામે રહેતા હફીજાબેન જાવેદભાઇ આહમદભાઇ શેરશીયા ઉવ-૩૨ ટંકારના ટોળ ગામે સાસરે હોય ત્યારે હફીજાબેન દ્વારા મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, હફીજાબેનના પતિ જાવેદભાઇ આહમદભાઇ શેરશીયા અને તેમના પરિવારના સભ્યો સાસુ રોશનબેન, સસરા આહમદ અલીભાઇ, જેઠ અલતાફભાઇ, અને દિયર લતીફભાઇએ લગ્નના એક વર્ષ બાદથી હફીજાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ ઘરના કામ અને ખેતીકામ બાબતે તેમજ સામાન્ય બાબતોમાં ઢીંકાપાટુનો માર મારી મારપીટ કરતા હોય. આ સિવાય મેણાટોણા મારી દુ:ખ ત્રાસ, અપશબ્દો ગાળો આપી એકબીજાને ચડામણી કરી સતત શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ દેતા હોય, જ્યારે હફીજા બેનને તેમના દિયર આરોપી લતીફભાઈએ લાકડાના ધોકા વડે ડાબા હાથના ભાગે ચારેક જેટલા ઘા મારી ફેકચર જેવી ઇજા પોંહચાડી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા હોય ત્યારે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે IPC કલમ 85, 117, 118(1), 352, 54 તથા જી.પી.એક્ટ 135 હેઠળ ગુનો નોંધી મહીલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.એચ. લગધીરકાએ ફરીયાદને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.