આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે મોરબીમાં અંધશ્રધ્ધામા વધુ માનતા સાસુ અને પતિ અનેક વખત માનસિક અને શારીરિક દુઃખ ત્રાસ આપતા પરણિત યુવતીએ આપઘાત કર્યો હોવાનો યુવતીના માતાએ આક્ષેપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીની સબ જેલની સામે રબારીવાસ શેરી નં-૪ ખાતે રહેતી મિતલબેન રવિભાઇ કિડીયા નામની પરણિત મહિલાના સાસુ ગીતાબેન ધીરૂભાઇ કિડીયા અંધશ્રધ્ધામા વધુ માનતા હોય જેના કારણે તેઓ પરણિતાને માનસીક દુ;ખ ત્રાસ આપતા હોય અને જેને લઈ મિતલબેન તેમના પતિ રવિભાઇ કિડીયાને આ બાબતે કંઇ કહેતા તો તેના પતિ પણ મહિલા સાથે મારકુટ કરી શારીરીક માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોય જેના કારણે આરોપીઓએ મહિલાને મરવા મજબુર કરતા મિતલબેને પોતાની સાસરીમા ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હોવાની મૃતક મહિલાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉમાબેન કનુભાઈ લાંબાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી દિકરી મિતલને તેના સાસરામા તેના સાસુ ગીતાબેન ધીરૂભાઇ કીડીયા અંધશ્રધ્ધામા વધુ માનતા હોય જેના કારણે મારી દિકરી મિતલને માનસીક રીતે દુઃખ ત્રાસ આપતા અને મારી દિકરી આ બાબતે અમોને અવાર નવાર ફોનમાં તથા રૂબરૂમાં મળતી ત્યારે કહેતી પરંતુ મારી દિકરીને અમો બધા સમજાવતા કે “તું થોડુ જતુ કર ઘર સાચવ ઘર સંસાર છે. આવુ ચાલ્યા કરે થોડુ સહન કરતા શીખવાનુ” તેવી સલાહ આપતા પરંતુ મારી દીકરી મિતલ તેની સાસુની અંધશ્રધ્ધાના કારણે તેના પતિને વાત કરતી તો આ મારા જમાઇ રવિકુમાર તેની સાથે મારકુટ કરી મિતલને શારીરિક માનસીક ત્રાસ આપતો હતો. આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ મારી દીકરી મિતલને છેલ્લા સાતેક મહીનાથી તેના સાસુ ગીતાબેન તથા મારા જમાઇ રવિકુમાર કીડીયા અંધશ્રધ્ધાના કારણે શારીરિક માનસીક રીતે હેરાન કરી દુઃખ ત્રાસ આપતા જેનાથી કંટાળી જઇ મારી દિકરી મિતલે તેના ઘરે પોતે જાતેથી ગળેફાંસો ખાઇ લીધેલ હતો જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.