Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરમાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દહેજ દૂષણ આજે પણ અનેક જગ્યા એ યથાવત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દહેજ ની લાલચ માં મહિલા એ આપવામાં આવતો ત્રાસ ને લઈને અનેક ફરિયાદી પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે આવો વધુ એક બનાવ મોરબીનાં વાંકાનેરથી સામે આવ્યો છે. જેમાં “તુ કરીયાવરમા કઈ સારૂ લાવેલ નથી” તેમ કહી સસરા પક્ષ ત્રાસ ગુજારતા મહિલાએ પરિવારના ૭ સભ્યો વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં પેડક સોસાયટી શેરી નં.૨માં રહેતી અવનીબેન જીજ્ઞેશભાઈ ચાવડા નામની મહિલાને તેના સાસરીયા પક્ષના લોકોએ નાની-નાની બાબતો તથા ધરકામ બાબતે તેમજ તુ કરીયાવરમા કઈ સારૂ લાવેલ નથી તેમ અવાર-નવાર મેણા-ટોણા બોલી અને બોલા-ચાલી કરી ઝગડો કરી ગાળો બોલી મારપીટ કરી તેમજ પતિ અને સસરાએ પરિણીતાને કેસ પાછો ખેંચી લેવા અને જાનથી મારી નાખવાની ધમકાવી હતી અને પતિને ચડામણી કરી આરોપીઓએ ફરીયાદીને શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા આખરે પરિણીતાએ કંટાળી પતિ – જીજ્ઞેશભાઈ મનસુખભાઈ ચાવડા, સસરા – મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ – મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ – જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી – દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ – મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને નણંદ – મમતાબેન મનસુખભાઈ ચાવડા વિરુદ્ધ મોરાબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!