Wednesday, January 15, 2025
HomeGujaratટંકારામાં પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

ટંકારામાં પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ

આંખના નંબર હોય તેના કારણે માથાનો દુખાવો થતો હોય અને બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

ટંકારા: ટંકારામાં પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા સામે ફરિયાદ થયેલ છે. જેમાં આંખના નંબર હોય તેના કારણે માથાનો દુખાવો થતો હોય અને બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

ટંકારા પો.સ્ટે.માંથી જાણવા મળેલ વિગત મુજબ ફરીયાદી કમળાબેન ભીખાભાઇ સીણોજીયા (ઉ.વ.૪૫ ધંધો ધરકામ રહે. હડમતીયા તા. ટંકારા જી.મોરબી) વાળાએ આરોપીઓ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા, જયદીપભાઇ ભુદરભાઇ (રહે. બધા જબલપુર તા.ટંકારા જી.મોરબી) વાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત તા.૨૮/૦૭/૨૦૨૨ ના કલાક સાંજના છએક વાગ્યાના સુમારે જબલપુર ગામે ફરીયાદીની દીકરી સુમિતાને આરોપીઓઓએ ઘરના પાણીની મોટર માંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપી તેમજ આરોપી પતિએ મૃતકને આંખના નંબર હોય તેના કારણે માથાનો દુખાવો થતો હોય અને દવાખાને લઇ જવાનું અવાર નવાર કહેતા દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લર નું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપી મરણજનાર પોતે પોતાની જાતે ગળે ફાસો ખાઇ લેવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!