મૂળ હળવદની પરણિતાને કચ્છનાં સાસરિયાઓ દ્વારા કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા સમગ્ર મામલે આખરે મહિલાએ કંટાળી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છનાં રાપર ખોખરા ખાતે સાસરે ગયેલ મૂળ હળવદનાં સુસવાવ ગામની દીનાબા વીરેન્દ્રસિંહ જાડેજા નામની પરણિતાને તેના પતિ વીરેન્દ્રસિંહ મંગુભા જાડેજા તથા સાસુ પ્રવીણાબા મંગુભા જાડેજા (રહે બંને – રાપર ખોખરા તા-અંજાર જી-ભુજ (કચ્છ)) દ્વારા અવાર નવાર નાની નાની બાબતોમા તથા રસોઇ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા પતિ તથા સાસુ વિરૂદ્ધ પરણિતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.