મોરબીની પરણિતા પર ત્રાસ ગુજારવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પરણિતા પર સાસરિયાઓ દ્વારા કરિયાવર બાબતે ત્રાસ ગુજારવામાં આવતા આખરે પરણિતાએ કંટાળી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રોહીદાસપર-૩ રેલ્વે સ્ટેશન પાછળ રહેતી મૂળ અમદાવાદની મનીષાબેન નુતનભાઇ પંડયા નામની મહિલાને તેના પતિ – નુતનભાઇ પ્રવીણભાઇ પંડ્યા, સસરા – પ્રવીણભાઇ ભાનુભાઇ પંડયા, સાસુ – સવીતાબેન પવીણભાઇ પંડયા, મોટાજી સસરા – પભુદાસભાઇ ભાનુભાઇ પંડયા, જેઠ – પ્રકાશભાઇ પવીણભાઇ પંડ્યા, જેઠાણી – ફાલ્ગુનીબેન પ્રકાશભાઇ પંડયા, નણંદ – ગીતાબેન અશોકભાઇ ગાંગેરા, નણંદ – કલ્પનાબેન ભુપેશભાઇ શુકલ, નણદોયા – ભુપેશભાઇ મોતીલાલ શુકલ અવાર નવાર નાની નાની બાબતોમા તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તમેજ ગાળો આપી પરણિતાના પતિને ખોટી ચડામણી કરતા આખરે મહિલાએ કંટાળી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.