Sunday, January 12, 2025
HomeGujaratમોરબીની પરિણીતાને દીકરીનો જન્મ થતા ત્રાસ આપતા સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીની પરિણીતાને દીકરીનો જન્મ થતા ત્રાસ આપતા સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાઓ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મ કેમ થયેલ તે બાબતે મેણાટોણા મારી સાસરિયા દુ:ખ ત્રાસ આપતા આખરે મહિલાએ કંટાળી મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા ખાતે રહેતી પરણીતાને અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી તેના સાસરિયાઓ મારકુટ કરતા હોય તેમજ દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મ કેમ થયેલ તે બાબતે મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા સમગ્ર મામલે પરણિતાએ તેના પતિ મેહુલભાઇ લક્ષ્મણભાઇ ભોજાણી, સસરા લક્ષ્મણભાઇ બેચરભાઇ ભોજાણી, સાસુ દયાબેન લક્ષ્મણભાઇ ભોજાણી ((રહે- હાલે મોરબી લોટસ ૧૫૮ ક્રીષ્ના સ્કુલ સામે બ્લોક નંબર-૭૦૧ (એ-૭ રવાપર ઘુનડા રોડ ) મોરબી તથા મુળ રહે-રામપર તા-પડધરી જી-રાજકોટ)), નણંદ સ્મીતાબેન અલ્પેશભાઇ કાનાણી (રહે-આઇનોકસ સીનેમા સામે ભરૂચ) તથા નણંદ રૂપલબેન અશોકભાઇ ભોરણીયા (રહે. રાજકોટ ઇન્દીરા સર્કલ પાસે રાજકોટ) વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!