સરપંચના મિત્ર ઉપર યુવકના કુટુંબી ભાઈએ કરેલ કેસ બાબતે ‘કેસ પાછો ખેંચી લેજો નહીંતર એટ્રોસિટીમાં ફિટ કરી દઈશ’ જેવી વારંવાર ગર્ભિત ધમકીઓ આપતા હોય
ટંકારાના ઓટાળા ગામના માથાભારે સરપંચ દ્વારા ગામના યુવક અને તેના મિત્રને રૂબરૂ અને ફોન ઉપર વારંવાર ધમકીઓ આપતા હોય જેમાં અગાઉ ભોગ બનનાર યુવકના કુટુંબી ભાઈએ સરપંચના મિત્ર માથાભારે રોહિત નાનજીભાઈ ફાંગલીયા વિરુદ્ધ માર મારવાનો પોલીસ કેસ કર્યો હોય તે કેસ પાછો ખેંચવા ઓટાળા ગામના સરપંચ ગામમાં ન રહેતા યુવક અને તેના મિત્રને એટ્રોસિટીના કેસમાં ફિટ કરવા તથા ટાંટિયા ભાંગી નાખવા સહિતની ધમકીઓ આપતા હોય જેથી યુવક દ્વારા ટંકારા પોલીસ મથકમાં પ્રથમ અરજી કર્યા બાદ હાલ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી માથાભારે સરપંચ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબીમાં શનાળા બાયપાસ પાસે બિયારણની દુકાન ધરાવતા વેપારી અલ્પેશભાઇ ગોરધનભાઇ ઘોડાસરા ઉવ.૩૮ એ આરોપી ઓટાળા ગામના સરપંચ સુરેશભાઇ નથુભાઇ પરમાર રહે.ઓટાળા તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ફરીયાદી અલ્પેશભાઈના કુટુંબી ભાઇ નિકુલભાઈને અગાઉ રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા દ્વારા ઝઘડો કરી માર મારવામાં આવ્યો હોય જેથી નિકુલભાઈએ રોહિતભાઈ સામે પોલીસ કેસ કર્યો હોય ત્યારે આરોપી સુરેશભાઈ પરમાર આ માથાભારે રોહીત ફાંગલીયાના મિત્ર હોય જેથી સુરેશભાઈને આ બાબતે સારું નહીં લાગતા ગત તા. ૩૦/૦૭ના રોજ અલ્પેશભાઈ ઓટાળા ગામે જતા હતા ત્યારે આરોપી સુરેશભાઈ પરમારે અલ્પેશભાઈને ઉભા રાખી કહેલ કે તારા કુટુંબી ભાઈને કહેજે કે રોહીતવાળો કેસ પાછો ખેચી લેજે નહીતર તને જાનથી મારી નાખીસ તેમજ એટ્રોસીટીના કેસમા ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાફી અલ્પેશભાઈને મિત્ર પાર્થભાઈના ફોનમા ફોન કરી અલ્પેશભાઈને અપશબ્દો બોલી મારવાની ધમકી આપી હતી ત્યારે હાંસલ પોલીસે અલ્પેશબબાઈની ફરિયાદ પરથી આરોપી ઓટાળા ગામના સરપંચ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.