મોરબી માળિયા હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આજરોજ એસટી બસને અકસ્માત નડ્યો હતો ત્યારે 10 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે પર આવેલ અણીયારી ચોકડી પાસે એસટી બસ રજીસ્ટ્રેશન નંબર GJ -18-z -7515 વાળી 11 જેટલા મુસાફરોને લઈ પૂર ઝડપે ગફલત ભરી રીતે મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવતી હોય ત્યારે રોડ પર ડિવાઈડર પાસે વૃક્ષને પાણી પાતા ટેન્કર રજીસ્ટ્રેશન નંબર GJ-13-X-0936 વાળા ના પાછળના ભાગે એસટી બસ અથડાય હતી ત્યારે બસની ઝડપ વધુ હોવાના કારણે જોરદાર અકસ્માત સર્જાયો હતો ત્યારે એસટી બસના ડ્રાઇવર કેબીન નો બોકડો બોલી ગયો હતો ઉપરાંત બસમાં સવાર 10 જેટલા મુસાફરોને પણ ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત બસમાં ડ્રાઇવરની પાછળની સીટમાં બેસેલ આ કામના ફરિયાદી શિવમભાઈ હરેશભાઈ રાજગોર ને ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે બસમાં બેસેલ અન્ય પેસેન્જરને પણ ઇજાઓ પહોંચી હતી ત્યારે આ તમામને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત આવી બેફીકરેથી તેમજ પૂર ઝડપે એસટી બસ ચલાવવા બાબતે વર્ષમાં મુસાફરી કરતા શિવમભાઈ હરેશભાઈ રાજગોરે એસટી બસના ચાલક વિરોધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.