Wednesday, November 13, 2024
HomeGujaratવાંકાનેરના વેપારી પાસેથી પાંચ લાખનું રોજનું ત્રણ હજાર વ્યાજ વસુલ્યું છતાં વ્યાજખોરે...

વાંકાનેરના વેપારી પાસેથી પાંચ લાખનું રોજનું ત્રણ હજાર વ્યાજ વસુલ્યું છતાં વ્યાજખોરે ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

વ્યાજંકવાદના ત્રાસથી બચાવવા માટે રાજ્યમાં પોલીસ લોકદરબાર યોજી રહી છે. તો બીજી તરફ વ્યાજખોરોના ત્રાસ પણ વધી રહયો છે. વાંકાનેરના એક વેપારીએ વ્યાજખોર પાસેથી રોજના ૩૦૦૦ રૂપિયા વ્યાજ લેખે પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેના તેણે દોઢ વર્ષમાં આશરે રૂ.૧૬,૨૦,૦૦૦/- ભર્યા છતાં વધુ પૈસા માટે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર બાગેસંજર સોસાયટી ૨૫ વારીયાની સામે મકાન નંબર-૩૧માં રહેતા અશફાકભાઇ ઉર્ફે બબુ દોશાણીના પિતા આરીફભાઇ અલીમહમ્મદભાઇ દોશાણીએ જયેશભાઇ ઓઝા નામના વ્યાજખોર પાસેથી ગત ૨૦૨૦ ની સાલમાં કોરોના મહામારીમાં ધંધાના કામે જરૂરીયાત ઉભી થતા ૫% લેખે રૂપીયા રૂ.૫,૦૦,૦૦૦/- લીધેલ જેમાં દરરોજના ૩૦૦૦/- લેખે વ્યાજ ચુકવવાના એમ દોઢ વર્ષ સુધી આશરે ૧૬,૨૦,૦૦૦/- જેટલા ચુકવી દેવા છતા મુદલ રકમ ઉભી હોય જેના બદલે અશફાકભાઇ ઉર્ફે બબુ દોશાણી પાસેથી ચાર કોરા ચેક તથા નોટરી લખાણ કરાવી રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી રૂપીયા નહી આપે તો તમોને જોઇ લઇશ કે ‘‘તમો વાંકાનેરમાં કેમ રહો છો અને કેમ વેપાર કરો છો‘‘ તેમ ધમકી આપતા અશફાકભાઇએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!