Wednesday, October 30, 2024
HomeNewsમોરબીમાં ખંડણી ઉઘરાવતા માથાભારે શખ્સ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ખંડણી ઉઘરાવતા માથાભારે શખ્સ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વેપારી યુવકને માર મારી, ધાક-ધમકી આપી સમયાંતરે રોકડા ૫.૪૬ લાખ, બુલેટ તથા આઈફોન મોબાઇલ પડાવી લીધા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં યુપી-બિહારની જેમ માથાભારે શખ્સોએ માથું ઊંચક્યું છે, જેવી રીતે બહારના રાજ્યોમાં અસામાજિક તત્વો ભાઈગીરી કરી અપહરણ કર્યા બાદ માર મારી પરિવારજનોને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવતા હોય છે તેવો જ કિસ્સો મોરબી શહેરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં મોરબીના સુપર માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા યુવક સાથે આ કહેવાતા માથાભારે શખ્સે પ્રથમ મિત્રતા કેળવ્યા બાદ આયોજનપૂર્વક યુવક અને તેના પિતાનું અપહરણ કરી યુવકને માર મારી ધાક ધમકી આપી કટકે-કટકે રોકડા રૂપિયા ૫.૪૬ લાખ, આઈફોન મોબાઇલ તથા બુલેટ બાઇક પડાવી લેવામાં આવ્યું છે, હાલ સમગ્ર બનાવમાં ભોગ બનનાર યુવકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં માથાભારે ખંડણીખોર તથા અજાણ્યા બે શખ્સો સહિત ત્રણ ઈસમો સામે પ્રથમ લેખિત અરજીથી ત્યાર બાદ રૂબરૂ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના ગોકુળ-મથુરા સોસાયટી ગીતાંજલી એપાર્ટમેન્ટમાં બ્લોક ૪૦૨ માં રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા એ મોરબી સીટી એ ડિવિઝનમાં આરોપી વિશાલ વેલાભાઈ રબારી રહે.શકત શનાળા ગામવાળા તથા બે અજાણ્યા શખ્સો એમ કુલ ત્રણ આરોપીઓ સામે ધાક ધમકી આપી તથા અપહરણ કરી માર મારી રોકડા રૂપિયા તથા મોબાઇલ અને બુલેટ બાઇક પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ પોતાની ફરિયાદમાં જાહેર કર્યું છે કે આરોપી વિશાલ વેલાભાઇ રબારી સાથે કોઈપણ જાતની રૂપીયાની લેતી દેતી થયેલ ન હોવા છતા દેવકુમારને વિરપર ગામ પાસે ખીણમાં, મિતાણા તથા આરોપી વિશાલની પંચાસર ખાતેની ઓફિસમાં એમ અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઇ લાકડાના ધોકા વતી મુંઢ માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી કટકે કટકે કુલ રૂપીયા ૫,૪૬,૦૦ ૦/- તેમજ આઇફોન ૧૫ પ્રો મોબાઇલ ફોન જેની કી.રૂ. ૬૦,૦૦૦/- તથા કલાસીક ૩૫૦ બુલેટ કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- વાળુ બળજબરી પુર્વક પડાવી લીધા હતા. આરોપી વિશાલ વેલાભાઈ રબારી તથા અન્ય અજાણ્યા બે ઈસમ આરોપીઓ પણ અલગ અલગ વખતે આરોપી વિશાલ રબારી સાથે હોય જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ સીટી એ ડિવિઝન પોલીસે અસરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!