ટંકારા ના લજાઈ ચોકડી નજીક આવેલ ધરતીધન હોટલ નજીક આ કામના ત્રણ આરોપીઓએ ફરિયાદીને “પૈસા કેમ નથી આપતો” કહી ફરિયાદીની કારમાં તોડફોડ કરી.
ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ ટંકારા ના લજાઈ ચોકડી નજીક ધરતિધન હોટલ પાસે ફરિયાદી પ્રકાશભાઈ રમેશભાઈ કુંડારીયા હોઈ ત્યારે આ કામ ના આરોપી પંકજભાઈ દયારામભાઈ મસોત,અન્ય બે અજાણ્યા ઈસમો સાથે આવી ફરિયાદી ને “તું પૈસા કેમ નથી આપતો” કહી ફરિયાદીની બ્રેઝા કાર રજી. નં GJ-૩૬-L-૦૩૩૧ વાળી માં કુહાડી વડે આગળના કાચમાં મારતા આગળનો કાચ તોડી નાખ્યો હતો ઉપરાંત પાછળના ભાગમાં મારી પાછળનો કાચ તોડી નાખ્યો હતો. ઉપરાંત અન્ય બે અજાણ્યા આરોપીઓએ લાકડાના ધોકા વડે ડ્રાઇવર સાઇડ નો કાચ તોડી નાખ્યો હતો. ઉપરાંત આરોપી નં-૧ નાઓ એ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


                                    






