Sunday, November 17, 2024
HomeGujaratટંકારાના નેકનામ નજીક પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા...

ટંકારાના નેકનામ નજીક પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા બે ઉત્પાદન એકમો સામે ફરિયાદ નોંધાઈ

શુભ એન્ટરપ્રાઇઝ તથા એડન પોલીપેક એમ બંને કારખાનાના જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

ટંકારામાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જૂથ યોજના હેઠળની બેડી થી જોધપર(ઝાલા) જતી પીવાના પાણીની પાઇપ લાઈન કે જેમાં ટંકારાના નેકનામ નજીક શુભ એન્ટરપ્રાઇઝ અને એડન પોલીપેક એમ બે ઉત્પાદન એકમો દ્વારા પોતાના કારખાનામાં અંગત ઉપયોગ માટે પસાર થતી સરકારી પાઇપ લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી પાણી ચોરી કરતા બંને એકમોના જવાબદાર વ્યક્તિઓ સામે ટંકારા પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના જબલપુર ગામે રહેતા અને શ્યામ કન્ટ્રકશન કંપનીમાં ગવરમેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર ચિરાગભાઇ પ્રભુભાઇ કામરીયા ઉવ.૩૫ એ શુભ એન્ટરપ્રાઇઝ તથા એડન પોલીપેક કારખાનાના જવાબદાર સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે

ગઈ તા.૧૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ ચિરાગભાઈ તથા મોરબી પાણી પુરવઠા બોર્ડના આસી. ઈજનેર મયુરધ્વજસીંહ જાડેજા તથા વાલ્વમેન ભાવેશભાઇ બાબરીયા એમ બધા પાઇપલાઇનના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક જી.ઈ.બી.ના સબ-સ્ટેશન સામે આવેલ પાઈપ લાઈનમા શુભ એન્ટરપ્રાઇઝ તથા એડન પોલીપેક બન્ને કારખાના કોઈ જવાબદાર વ્યક્તીએ તેમના કારખાનાની બાજુમાથી જતી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની ટંકારા જૂથ યોજનાની પાણીની પાઈપ લાઈનમાથી ફેકટરીના અંગત ઉપયોગ માટે પાણીની પાઈપ લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી પાણી ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તુરંત પીવાના પાણીની ચોરી કરવા બદલ બંને ઉત્પાદન એકમો સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંને ઉત્પાદન એકમોના આરોપી જવાબદાર વ્યક્તિઓ સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) અધિનિયમ-૨૦૧૯ તથા સરકારી પાણીની પાઇપ લાઈનને લગતી સંલગ્ન એસેસરીઝમાં ભંગાણ/ અને અધિકૃત રીતે જોડાણ કરી પાણીની ચોરી કરવી તે એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!