Saturday, January 11, 2025
HomeGujaratમોરબીથી મોકલાવેલ કોલસો બારોબાર સગેવગે કરી નાખતા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીથી મોકલાવેલ કોલસો બારોબાર સગેવગે કરી નાખતા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

ગાંધીધામ આદીપુરના એક ટ્રાન્સપોર્ટર વેપારી સાથે બે ઈસમોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં મોરબીથી કોલસો ભરી બહાર ગામ મોકલવામાં આવેલ ટ્રક બે આરોપીઓ તેના નિર્ધારિત સ્થળ પર ન લઇ જઈ બરોબર કોલસો વેચી નાખતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કચ્છના ગાંધીધામ ખાતે આવેલ આદીપુરમાં રહેતા રાજીવભાઇ હસમુખભાઈ શુક્લ નામના ટ્રાન્સપોર્ટર વેપારીએ શાહપુરા, જયપુરના રહેવાસી રામસિંગ યાદવ નામના RJ-14-GH-4425 નંબરની ટ્રકના મલિક તથા સુલતાનરામ સુરજમલ યાદવ નામના ટ્રાન્સપોર્ટરને કોલસો જેતે જગ્યાએ પહોંચાડવા નિર્દેશ કર્યો હતો. પરંતુ આરોપીઓએ કોલસો ભરી જેતે જગ્યાએ ન પહોચાડી કોલસો ભરેલી ગાડી પોતાની જગ્યામા કોલસો ખાલી કરી ખોટા વચનો આપી ફરિયાદી સાથે રૂ.૫,૧૬,૭૧૦/- નો વિશ્વાસઘાત કરી ફરાર થઈ જતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!