મોરબી જિલ્લામાં માળીયા મી. તાલુકાના સુલતાનપુર ગામે ગઇકાલે બે પરીવાર વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો.જેમાં જૂની અદાવતનો ખાર રાખી બંને પક્ષે લોકોએ લાકડાના ધોકા લઈ આવી એક બીજા સામે મારામારી કરી હતી. જે સમગ્ર મામલે સામસામી ફરિયાદ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના સુલતાનપુર ગામે રહેતા લાભુભાઈ હલુભાઈ દેગામાએ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરાને અગાઉ થયેલ ઝગડો-બોલાચાલીનો ખાર રાખી ગત તા-૧૨/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરા, અનીલભાઈ વિનોદભાઈ સીતાપરા તથા અનીલભાઈ દશરથભાઈ સીતાપરાએ લોખંડનો પાઈપ તથા લાકડાના ધોકા લઈને ફરીયાદીના ઘર પાસે આવી ગાળો બોલતા હોય અને ગાળો બોલવાની ના પાડેલ તો તારા દિકરાને બવ હવા છે તેમ સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરાએ કહેવા લાગેલ દરમ્યાન ફરીયાદીનો દિકરો સુનીલ ઘરમાંથી બહાર આવતા અનીલભાઈ વિનોદભાઈ સીતાપરાએ ફરીયાદીના દિકરાને માથાના ભાગે ધોકાનો ઘા મારેલ અને ફરીયાદી વચ્ચે પડતા ફરીયાદીને પણ સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરાએ પાઈપનો ઘા ડાબા હાથે કાંડા પર મારેલ બાદ શૈલેષ નાથાભાઈ સીતાપરાએ સ્થળ પર આવતા તેને ફરીયાદીને ઢીકા પાટુનો મુઢ માર માર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે અનીલભાઈ વિનોદભાઈ સીતાપરા તથા શૈલેષ નાથાભાઈ સીતાપરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે માળીયા મી.ના સુલતાનપુર ગામે રહેતા સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરાએ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી સુનીલભાઈ વિનોદભાઈ સીતાપરા તથા સુનિલભાઈ લાભુભાઈ દેગામાને ચાર દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી સુનિલભાઈ લાભુભાઈ દેગામા, રાજેશભાઈ ચંદુભાઈ દેગામા તથા લાભુભાઈ હલુભાઈ દેગામા (રહે-બધા સુલતાનપુર તા-માળીયા મીં. જી.મોરબી)એ ફરીયાદીની દુકાન પાસે આવેલ અને ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ અને ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા સુનિલભાઈ લાભુભાઈ દેગામાના હાથમા લાકડાનો ધોકો હોય જેના વડે ફરીયાદીને માથાના ભાગે એક ઘા મારેલ તથા અનિલભાઈ દશરથભાઈ સીતાપરા ફરીયાદીને છોડાવા આવતા રાજેશભાઈ ચંદુભાઈ દેગામાએ તેને એક લાકડાના ધોકાનો ઘા જમણા હાથની આંગળી પર તથા બીજો ઘા મોઢાના ભાગે મારી નાની મોટી ઈજા પહોંચાડતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.