Friday, September 27, 2024
HomeGujaratટંકારા તથા હળવદના ઘનશ્યામગઢ ગામે મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

ટંકારા તથા હળવદના ઘનશ્યામગઢ ગામે મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

મોરબી જીલ્લાના ટંકારા તથા હળવદમાં ઘનશ્યામગઢ ગામથી મોબાઇલ ચોરી થયો હોય જે અંગે બંને પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ દ્વારા મોબાઇલ ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસે અજાણ્યા મોબાઇલ ચોર આરોપીને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ મોબાઇલ ચોરી અંગેની મળતી વિગતો અનુસાર ટંકારાની લતીપર ચોકડી નજીકથી ગત. તા.૦૪/૦૯ ના સવારના ૬.૩૦ થી ૭ વાગ્યા દરમિયાન મહમદકુદરત નામના યુવકનો ઓપો કંપનીનો મોબાઇલ મોડલ નં. F-25 પ્રો. જેના IMEI નં-865388077197054 વાળો જેની કી.રૂ.૨૩૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય હાલ યુવકના મામા મૂળ બિહાર રાજ્યના વતની હાલ ટંકારા તિલકનગર ખાતે રહેતા મદમદજીબરઅલી યુસુફમીયા મનસુરી દ્વારા ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ ચોર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બીજા મોબાઇલ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા ખેડૂત હર્ષદભાઇ કાનજીભાઇ લોરીયા ઉવ.૪૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે અજાણ્યા મોબાઇલ ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૨/૦૯ના સવારના ૮ વાગ્યાના અરસામાં ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ ઉપર આવેલ દુકાન પાસેથી ફરિયાદી હર્ષદભાઈના ભત્રીજાનો વીવો કંપનીના મોડેલ વી-૨૯ બ્લુ કલરનો જેમા (૧‌) વોડાફોન સીમ નં. ૯૭૨૬૫૯૬૯૩૪ તથા જીઓ.નુ સીમ નંબર ૯૩૨૮૧૯૨૫૫૯ વાળુ જેના આઇ.એમ.ઇ.આઇ નંબર ૮૬૭૭૯૧૦૬૯૭૭૨૮૭૫ જેની હાલે કિમત રૂપિયા.૨૦,૦૦૦/-ના મોબાઈલની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસની તજવીન હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!