હળવદ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ બોલેરો પીકઅપ વાહનની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં બોલેરો વાહન ચોરી કરનાર હળવદ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતો રાજસ્થાની શખ્સ હોય જે સીસીટીવી કેમેરાના ફુટેજમાં જણાઈ આવતા સમગ્ર મામલે બોલેરો વાહનના માલિક દ્વારા હળવદ પોલીસ મથકમાં સીસીટીવીમાં દેખાતા બોલેરો ચોર ઈસમ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ જીઆઇડીસી સ્કૂલ નં ૧૧ ની બાજુમાં રહેતા મેહુલભાઈ ભુપતભાઇ રાતૈયા ઉવ.૨૭ એ આરોપી દેવારામ પોખરારામ જાટ રહે. ડોડીયાકી ધાની રાવતસર જી.બાડમેર રાજસ્થાન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મેહુલભાઈએ પોતાની માલિકીની મહેન્દ્રા કંપનીની બોલેરો રજી.જીજે-૧૩-એટી-૬૧૩૭ હળવદ માર્કેટિંગ યાર્ડના ગેટ નં. ૪ ની બાજુમાં આવેલ પાર્કિંગમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હોય. બોલેરો ચોરી થયા અંગે માર્કેટિંગ યાર્ડના સીસીટીવીમાં જોતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા આરોપી દેવારામ પોખરારામ જાટ હોવાનું જાણવા મળતા બોલેરોના માલિક મેહુલભાઈ દ્વારા પોતાની રીતે આરોપીની તપાસ કરતા જે આજદિન સુધી મળી ન આવતા હળવદ પોલીસ મથકમાં બોલેરો ચોરી અંગે આરોપીના નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલભાઈની ફરિયાદના આધારે ઉપરોક્ત આરોપી દેવારામ જાટ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.