હળવદ તાલુકાના ગામમાં શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જતા સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના તાલુકાના એક ગામમાં વાડીએ ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની ૧૫ વર્ષ ૫ માસની સગીર વયની દીકરીનું ગત તા.૨૧ એપ્રિલના રોજ આરોપી રહેશ મગનભાઈ હટીલા રહે.ગામ-ડુંગલીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશવાળો લગ્ન કરવાની લાલચ આપી,બદકામ કરવાના ઇરાદાથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારે પરિવાર દ્વારા સગીર વયની દીકરીની ઘરમેળે તપાસ ચાલુ હોય જે આજદિન સુધી ન મળતા આખરે સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.