વાંકાનેરના યુવકે અલગ અલગ સાત લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય જેનું વ્યાજ ચૂકવવામાં પ્રૌઢ વેપારીએ કરોડો રૂપિયા રોકડ જમીન સોનું અને કાર નુ સોદાખત તેમજ કોરા ચેક આપ્યા છતાં વધુ વ્યાજ ચૂકવવા માટે વ્યાજખોરોએ પજવણી કરતા તેના ૭ વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્ય નગર રાજકોટ રોડ ખાતે રહેતા ૪૫ વર્ષીય ગેલાભાઇ ઉર્ફે વિનુભાઇ શીવાભાઇ સાપરાને આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગેર કાયદેસર રીતે ફરીયાદીને દરેક આરોપીઓએ રોકડ રૂપિયા નાણા ધીરી જેમાં આરોપી જીતુભા નટવરસિહ ઝાલા કુલ રૂપિયા ૧૭,૦૦,૦૦૦/-(સતર લાખ) આપેલ જેની સામે ફરીયાદીએ રૂ.૪૧,૬૦,૦૦૦/- આપી દીધા, કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલા પાસેથી રૂ.૧૭ લાખ લીધેલ જેની સામે ફરીને કુલ રૂપિયા ૫૫,૯૬,૦૦૦ /- આપી દીધા, હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરું એ ૨૦ લાખ આપેલ તેની સામે છ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો કિ.રૂ. બે લાખનો તથા ધંધાના નફાની નવ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦ /- આપેલ,ગગજી હમીરભાઇ જોગરાણાએ કુલ રૂ.૧૨ લાખ આપેલ જેની સામે ફરીએ રૂ. ૧૯ લાખ ચુકવી આપ્યા, વિશાલસિંહ રામદેવસિંહ ઝાલાએ રૂ.૧૬,૫૦,૦૦૦/- આપેલ જેની સામે ફરીએ રૂ.૨૭,૬૪,૫૦૦/- જેટલી રકમ ચુકવી આપી, નરેન્દ્રસિંહ રહે.વાંકાનેર ભાટીયાએ રૂપિયા ૦૪ લાખ આપેલ જેની સામે ફરીએ રૂ.૫,૫૮,૦૦૦/- ચુકવી આપ્યા તથા આરોપી વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલાએ રૂ.૧૭,૫૦,૦૦૦/- આપેલ જેની સામે ફરીએ જમીન સહિત કુલ રૂ.૨૯,૬૯,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા આ તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિવાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની માલીકીની કારનુ સોદાખત કરાવી તેમજ ફરીયાદીની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ફોનમાં પણ જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપે તો ફરીયાદીને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.