મોરબીમાં વાવડી ચોકડી પાસેથી તથા માળીયા(મી) ટાઉન વિસ્તારમાં વાગડીયા ઝાંપા નજીક પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રથમ બાઇક ચોરીની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બગથળા ગામે રહેતા કલ્પેશભાઇ પ્રેમજીભાઇ મેવા ઉવ.૩૭ ગત તા.૦૭/૦૯ના રોજ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૭૦૩૩ વાળું વાવડી ચોકડી પાસે મહેશ પાનની દુકાન પાસે પાર્ક કરી સીરામીકના કારખાને નોકરીએ ગયા હતા જ્યાંથી સાંજના પરત આવી બાઇક પાર્ક કર્યું તે જગ્યાએ ઉપરોક્ત બાઇક જોવા ન મળતા આજુબાજુમાં તપાસ કરતા બાઇક મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જ્યારે બીજા બાઇક ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા શબીરભાઇ મુસાભાઇ સુમરા ઉવ.૨૧ એ માળીયા(મ)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦/૦૯ના રોજ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક રજી.નં.જીજે-૩૬-ક્યુ-૯૩૮૨વાળું મોટર સાયકલ માળીયા(મી) ટાઉન વિસ્તારના વાગડીયા ઝાંપા પાસે પાર્ક કર્યું હોય તે બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.