મોરબીમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગત તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ તસ્કરોએ મોરબીનાં સીરામીક પ્લાઝા વિસ્તારને બાનમાં લીધો હતો. અને ત્યાં અંદાજિત ૫૦ જેટલી દુકાનોના તાળા તોડી નાની મોટી માલ મત્તાની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ સીરામીક પ્લાઝા-૦૧, તથા ૦૨ મા આવેલ દુકાનોમાં ગત તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ ફરીયાદી અરૂણભાઇ દલસુખભાઇ અંબાણી તથા અન્ય વેપારીઓની દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ દુકાનોના શટર ઉચકી દુકાનોમા રાત્રીના સમયે પ્રવેશ કરી ફરિયાદીની દુકાનમા રાખેલ ટેબલનાં ખાનાનુ લોક તોડી તેમા રાખેલ રોકડ રૂપીયા-૭૦૦/-તથા જુનો મોબાઇલ ફોન રૂ-૫૦૦૦/- તથા એ.સી.નો કોપર પાઇપ રૂ-૧૦૦૦/- મળી કુલ રૂ-૬૭૦૦/-ની મત્તાની ચોરી હતી. તથા અન્ય વેપારીઓની દુકાનોમાંથી પરચુરણ રકમની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.