Sunday, November 17, 2024
HomeGujaratમોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ મોટર સાયકલ ચોરી થયા અંગેની ફરિયાદ...

મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ મોટર સાયકલ ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળોએથી એકટીવા, રોયલ એનફિલ્ડ તથા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલની ચોરી થયા અંગેની સીટી એ તથા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી પોલીસે અજાણ્યા વાહન ચોર સને ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ચોરીના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર રોડ ઉપર આવેલ નટવરપાર્ક સોસાયટીમાં ગત તા. ૦૪ ઓગસ્ટના સાંજના ૪.૩૦ થી૧૬/૩૦ થી ૦૫.૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પાર્ક કરેલ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એઇ-૪૫૩૯ બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદ મોટર સાયકલના માલીક લાલજીભાઇ અરજણભાઇ નકુમ ઉવ.૨૦ રહે-પંચાસર રોડ, બોકાની વાડીવાળા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.

જ્યારે બીજા બાઇક તસ્કરીની મળતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે ૨૦૧ રાધે હાઇટ્સમાં રહેતા કિશોરભાઇ ગણેશભાઇ અઘારા ઉવ.૫૨એ ગત તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાધે હાઇટ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાનું રોયલ એનફિલ્ડ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૩૮૦૦ પાર્ક કર્યું હતું જે મોટરસાયકલની કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયો હોવાની પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

ત્રીજા બાઇક ચોરીના બનાવમાં મોરબીના આલાપ રોડ ઉપર તિરૂપતિ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ એકટીવા મોપેડની ગત તા. ૨૬/૦૭ની રાત્રીના ૮ વાગ્યાથી બીજે દિવસે સવારના તા.૨૭/૦૭ના સવારના ૯ વાગ્યા સુધીમાં કોઈ વાહન તસ્કર ચોરી કરી લઈ ગયો હોય ત્યારે વાહન માલીક મૂળ રાજપર(કુંતાસી)ના વતની હાલ આલાપ રોડ તિરૂપતિ સોસાયટીમાં રહેતા પથીકભાઈ રમેશભાઈ ફુલતરીયા ઉવ.૨૫ દ્વારા પોતાની માલિકીનું એકટીવા ૪જી રજી.નં. જીજે-૩૬-એચ-૫૯૦૫ની ચોરી થયા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!