Friday, September 20, 2024
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈકની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈકની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે આવેલ વિસ્વાસ રોડવેઝ ઓફીસ બહારથી બે ઈસમો રાત્રીના સમયે મોટર સાયકલ ચોરી કરતા નજરે પડે છે. જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. જેને લઈ પોલીસે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના ગેઇટ પાસે આવેલ વિસ્વાસ રોડવેઝ ઓફીસ બહારથી ગત તા. ૨૧/૧૧/૨૦૨૩ના રાત્રીના આશરે ૦૨/૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદી અલ્પેશભાઈ દેવશીભાઈ વેરાનાનું GJ-36-AG-3411 નંબરનું રૂ- ૧૫૦૦૦/-ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ બે અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જતા CCTV માં પણ નજરે પડે છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!