મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આદર્શ નિવાસી સ્કૂલની બાજુમાં આવેલ સરકારી કુમાર હોસ્ટેલના ખુલ્લા પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક કોઈ તસ્કર ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ચોરી થયેલ બાઇકની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધારી છે.
બાઇક ચોરી અંગેની મળતી માહિતી મુજબ સુ.નગર જીલ્લાના લીયાદ ગામે રહેતા જનરલ સ્ટોરની દુકાન ધરાવતા વેપારી હિતેશભાઈ સુરસંગભાઈ સુરેલા ઉવ.૪૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે હિતેશભાઈનો પુત્ર શક્તિ ઉવ.૨૨ કે જે બી.એડ. નો અભ્યાસ કરે છે અને રફાળેશ્વર ગામે આવેલ સરકારી કુમાર હોસ્ટેલમાં રહે છે ત્યારે હિતેશભાઈની માલિકીનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો બાઇક રજી.નં. જીજે-૧૩-જેજે-૭૩૬૭ તેમનો પુત્ર કોલેજ આવવા જવા ઉપયોગ કરે છે. ગત તા. ૦૯/૦૭ના રાત્રીના ઉપરોક્ત બાઇક રફાળેશ્વર ગામની સરકારી કુમાર હોસ્ટેલના ખુલ્લા પાર્કિંગમાં પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યા ચોર દ્વારા ત્યાંથી ચોરી કરી લઈ ગયો હોય ત્યારે ચોરી થયેલ બાઇકની ગામની આજુબાજુમાં આજદિન સુધી શોધખોળ કરતા માલી આ એ ન હોય જેથી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.