Friday, January 10, 2025
HomeGujaratમોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી વેપારીના બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી વેપારીના બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક બાઈક ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી વેપારીના બાઈકની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝનમાં નોંધાતા હાલ પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના નવા બસ સ્ટેન્ડ જેવા રાત દિવસ ચહલ પહલવાળા સ્થળ ઉપર તા.૨૬/૦૧ના સાંજે આશરે ૮.વાગ્યાના અરસામાં પાર્ક કરેલ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક જીજે-૦૩-એએ-૩૫૦૧ હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ત્યાંથી ચોરી કરી લઇ જતા બાઈક માલીક એવા વેપારી કલ્પેશભાઇ બળવંતરાય જયસ્વાલ ઉવ.૪૭ રહે.નવા બસસ્ટેન્ડ સામે રઘુવીર સોસાયટી મોરબીએ બાઈક ચોરી થયાની પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ આજરોજ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!