Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના યુવકને તેની પ્રેમિકા અને તેના માતા પિતાએ એસિડ પિવડાવી મોત નિપજાવ્યાની...

મોરબીના યુવકને તેની પ્રેમિકા અને તેના માતા પિતાએ એસિડ પિવડાવી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં સગીર યુવતીના પરિવારજનોને તેના દીકરીનો પ્રેમ સંબંધ ગમતો ન હોય તેથી સગીર યુવતી અને તેના માતા પિતા એ સાથે મળી પ્રેમી યુવક રમેશ ચૌહાણ ને ઍસિડ પીવડાવી દેતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વિશીપરા વિસ્તારમાં રહેતા રમેશ ચૌહાણ નામના યુવકને તેના ઘર પાસે જ રહેતી એક સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે યુવતીના માતા પિતાને ગમતું ન હોય જેથી સગીર યુવતીના માતા – પિતા અને અને પ્રેમિકા સગીર યુવતી એમ ત્રણે એ સાથે મળી યુવકને પકડી રાખી તેને પરાણે એસીડ પીવડાવેલ હોય જેના કારણે સારવાર દરમ્યાન યુવકનુ મોત નીપજ્યું હતું. જેને લઈ મૃતક યુવકના પરિજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આઇપોસી ૩૦૨,૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!