Sunday, October 6, 2024
HomeGujaratમાળીયા(મી) તાલુકાના ગ્રામ્યમાં સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ...

માળીયા(મી) તાલુકાના ગ્રામ્યમાં સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાઇ

માળીયા(મી) તાલુકાના એક ગામમાં સગીરાની એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચરી કોઈને આ વાતની જાણ નહિ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર બનાવ અંગે સગીરાની માતા દ્વારા અત્રેના માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પંથકના ગ્રામ્યમાં સગીરા પોતે એકલી હોય ત્યારે તેની એકલતાનો લાભ લઇ માળીયા(મી) તાલુકાના મોટા દહિસરા ગામના સુખા ગીગા વાઘેલાએ સગીરા સગીર વયની છે તેવું જાણતો હોવા છતાં સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ભોગ બનનારે સમગ્ર બનાવ બાબતે તેની માતાને વાત કરતા સગીરાની માતાએ દ્વારા આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!