Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના વેપારી સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ

મોરબીના વેપારી સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ

ટાઇલ્સના વેપારી નવતર સ્કીમનો થયા શિકાર:જોન્સન કંપનીના ડાયરેક્ટરની ઓળખ આપી અવાર નવાર નાણાકીય વહીવટ કરી વેપારીને વિશ્વાસમાં લઈને છેતરપીંડી આચરી

- Advertisement -
- Advertisement -

મોરબીના ટાઇલ્સના વેપારી સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપીંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જોન્સન કંપનીના એકજીક્યુટિવ ડાયરેક્ટર બની અવાર નવાર વોટ્સએપ થકી નાણાકીય વ્યવહાર કરી વિશ્વાસ કેળવી ડીલરને પેમેન્ટ ચૂકવવાનું છે તેવો મેસેજ કરી બેંક એકાઉન્ટ નંબર ઉપર ૯૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદ ડાયરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે કોઈ મેસેજ જ નથી કર્યો ત્યારે આ બાબતે જોન્સન કંપનીના ડાયરેક્ટર અને બેંક એકાઉન્ટ હોલ્ડર દ્વારા કાવતરું રચી વેપારી સાથે છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

મોરબીના વેપારી કેતનભાઇ પ્રભુલાલ દલસાણીયા ઉવ.૩૮ રહે. શિવશક્તિ પાર્ક આલાપ રોડ રવાપર કેનાલ રોડ સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરીયાદી કેતનભાઈના જણાવ્યા અનુસાર, આરોપી વોટ્સએપ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ વાળાએ કેતનભાઈના મોબાઇલમાં વોટ્સએપ ઉપર મેસેઝ કરી પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી વિશ્વાસ અને ભરોસો કેળવી અને અવારનવાર વોટ્સએપ ચેટ દ્રારા આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ત્યારે ગત તા.૧૯/૧૧ના રોજ ફરિયાદી કેતનભાઈને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ વોટ્સએપમાં મોકલી આ એકાઉન્ટ નંબરમાં ૯૮ લાખ રૂપિયા ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા વોટ્સએપ ચેટથી વાત કરેલ હોય જેથી કેતનભાઈએ આ યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ માં રૂ.૯૮ લાખ આર.ટી.જી.એસ દ્રારા મોકલી આપેલ હોય ત્યારબાદ કેતનભાઈએ જોન્સન કંપનીના ડાયરેક્ટર શરત ચાંડાક સાથે વાત કરતા પોતે કોઇ મેસેઝ નહી કરેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારે કેતનભાઈને જાણવા મળેલ કે આરોપી મોબાઇલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ તથા ઉપરોક્ત યુકો બેંક એકાઉન્ટના ખાતા ધારકે મળી ગુન્હાહિત કાવતરું રચી કેતનભાઈ સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે, જેથી કેતનભાઈએ મોબાઈલ નંબર ધારક તથા યુકો બેંક એકાઉન્ટ ધારક સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!