મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા ૭૦ વર્ષીય દર્દીની જટિલ સર્જરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. દર્દીને લાંબા સમયથી જમણી કીડનીની નળીમાં પથરી ફસાઈ ગઈ હતી. જેની આયુષ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સફળ ઓપરેશન કરી દર્દીને દુખાવામાંથી રાહત અપાવી હતી.
મોરબીના એક ૭૦ વર્ષના દર્દીને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, જેથી તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે જતા ડૉ. કેયુર પટેલ દ્વારા સી.ટી. સ્કેન કરતા જણાયું કે, દર્દીની જમણી કીડનીની નળીમાં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલી ગઈ હતી. જેથી તેઓએ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે, દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ છે. જેને લઇ ડૉ. કેયુર પટેલ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની સલાહ આપવામાં આવી હતી. દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવતા ડૉ. કેયુર પટેલ દ્વારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ત્યારે ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો. તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી હતી અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.