મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠકનું આયોજન કરાયું હતું. મોરબીના શકત શનાળા નવા શિશુ મંદિર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી, કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળના સંયોજક અને સૌરાષ્ટ્ર ના પ્રાંત સહમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિહિપના દરેક આયામોનું કાર્ય અને તેમનું મહત્વ સમજાવવામાં હતું. તેમજ આગામી સમયમાં વિહિપના કાર્યક્રમોને લઇને માહિતી આપવામાં આવી હતી….
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાની વ્યાપક બેઠક શકત શનાળા નવા શિશુ મંદિર ખાતે રાખવામાં આવી હતી. જેમા સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનમંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, કર્ણાવતી ક્ષેત્ર બજરંગદળ સંયોજક તથા સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉમીયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ, કિરીટભાઈ મિસ્ત્રી, વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા વિહીપની આચાર પદ્ધતિ કરી દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જેમાં નિરંજનદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું હતું. વિહીપના બધા જ આયામોનુ કાર્ય અને તેમનુ મહત્વ કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ વધુમાં કિરીટભાઈ મિસ્ત્રી દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનો પ્રશિક્ષણ વર્ગ , બજરંગદળનો વર્ગ, દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગ, માતૃશકિત વર્ગ પ્રશિક્ષણ વર્ગનુ મહત્વ સમજાવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગામી સમયમાં જે કાર્યક્રમો થવાના છે તેની પણ માહીતી સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી….