સૈનિકો દેશની સરહદોની દિવસ રાત સુરક્ષા કરે છે માટે આપણે શાંતિથી આરામ કરી શકી છીએ: જીલ્લા કલેકટર કે. બી. ઝવેરી
મોરબી જીલ્લામા વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન ભરતવન ફાર્મ, નેશનલ હાઈવે-૨૭, મોરબી ખાતે જીલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતુ.
આ તકે મોરબી જીલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ આપતિમાં ઇન્ડીયન આર્મી હોઈ એટલે શાંતિ થઈ જ જાય. આર્મીમાં લોકોને ખૂબ ભરોસો છે. દેશની સરહદોની સુરક્ષા જવાનો કરે છે ત્યારે આપણે શાંતિથી જીવી શકી છીઍ. દેશના જવાનોની સુરક્ષા અને સુવિધા માટે સરકાર કટીબદ્ધ છે. નિવૃત આર્મીમેન અને શહિદ જવાનોના પરિવારજનો માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. ગત વર્ષે માળિયામાં ભારે વરસાદમાં જનજીવન ખોરવાતા આર્મી આવી જતા ત્રણ દિવસમાં જ બધું યથાવત થઈ ગયું હતું. દેશ સેવામાં શહીદ જવાનોને કલેકટર દ્વારા શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ તકે પૂર્વમંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે શહીદ જવાનોને ભાવાંજલિ આપી જણાવ્યું હતું કે, આપણે શાંતિથી સૂઈ શકીએ માટે દિવસ રાત દેશની સુરક્ષા સૈનિકો કરે છે. આપણા દેશના સૈનિકોએ પડોશી દેશો સાથે કેટલાક યુદ્ધો કર્યા. અનેક વિરજવાનો શહિદ થયા હતા. આ સૈનિકોને હું શત શત નમન કરું છું. સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા તેમજ દેશને વધુ સુરક્ષિત કરવા તથા સૈનિકોને વધુ આધુનિક સાધનો મળી રહે તે માટે અધ્યતન મિસાઈલ અને તોપો ભારતમાં બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું. તેઓ બોર્ડર ઉપર અનેક વાર જવાનો સાથે દિવસ પણ વિતાવે છે. પૂર્વ સૈનિકોને સરકાર તો કલ્યાણકારી યોજના ચલાવે છે લોકો પણ સહકાર આપે તેવી અરજ છે.
રાજકોટ જીલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ પવનકુમારે સ્વાગત પ્રવચન અને રાજ્ય સૈનિક બોર્ડની કલ્યાણકારી યોજનાની જાણકારી આપી હતી. મહાનુભાવોનું સ્વાગત બુકે આપી સ્વાગત અને ટેન્કનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયુ હતું. સર્વોપરી સ્કૂલની બાળાઓએ સ્વાગત ગીત , દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.
આર્મીના બે મેજર લે.કર્નલ ખંડાવત, મેજર વિઘ્નેશ્વરમ, કેપ્ટન દીપ જ્યોતિ લશ્કર, અગ્રણી અશોકસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા, દાતા નવીન પેપર, કિશનભાઈ, પ્રાણજીવન કાવત, જીલ્લા માહિતી અધિકારી પારૂલ આડેસરા, યોગ બોર્ડના જીલ્લા કોઓર્ડિનેટ દેવાંશ્રી પરમાર, સૈનિક કચેરીના કૌશિકભાઈ અનટકટ, રેખાબેન દુધકિયા, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.









