Friday, May 16, 2025
HomeGujaratમોરબી કલેક્ટર કચેરી માટે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક કરાશે:

મોરબી કલેક્ટર કચેરી માટે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક કરાશે:

મોરબી કલેક્ટર કચેરી માટે ૧૧(અગિયાર) માસ માટે કરાર આધારીત એક કાયદા સલાહકારની નિમણુક કરવામાં આવશે. જે માટે નીતિ નિયમો બહાર પાડી તંત્ર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. જે જગ્યા માટે પગાર ધોરણ સાથેની માહિતી તંત્ર દ્વારા બહાર જાહેર કરવામાં આવી છે. જે માટે ઉમેદવારોને તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં અરજી કરી દેવાની રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી કલેક્ટર કચેરી માટે ૧૧ (અગિયાર) માસ માટે કરાર આધારીત કાયદા સલાહકારની નિમણુક કરવામાં આવશે. કાયદા સલાહકારને પ્રતિમાસ રૂ. ૬૦,૦૦૦ (ફિક્સ) આપવામાં આવશે. જે જગ્યાની મુદત ૦૧/૦૨/૨૦૨૫ થી ૧૧ માસ સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. જે જગ્યા ઉપર સરકાર દ્વારા ઠરાવેલ શરતો મુજબ નિમણૂંક કરવા નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજદારની ઉંમર આજરોજ સુધી ૫૦ (પચાસ) વર્ષથી વધુ હોવી જોઈશે નહી. જે માટેનો અરજીપત્રકનો નમૂનો, લાયકાત તેમજ અનુભવ અંગે મહેસૂલ વિભાગના તા.૦૬.૦૩.૨૦૧૨ના ઠરાવથી મોરબીની વેબસાઈટ https://morbi.gujarat.gov.in તેમજ https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.

તેમજ રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે તૈયારી કરેલ પસંદગી યાદી મુજબના ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું કરાવમાં દર્શાવેલ પરીશિષ્ટ-૩ (૧) (ડી)ની જોગવાઈ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજદારે સંપૂર્ણ વિગતે ભરેલી અરજી સાથે લાયકાત તથા અનુભવના આધારોની પ્રમાણિત નકલો ઉપરાંત ફ્રી પેટે કલેકટર મોરબીના નામનો રૂા.૧૦૦/- નો ડિમાન્ડ ડ્રાફટ (નોન રિફંડેબલ) રજુ કરવાનો રહેશે. જે અરજી સીલબંધ કવરમાં કલેકટર કચેરી જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૩૬૩૬૪૨ની રજિસ્ટ્રી શાખામાં તા ૩૧/૦૫/૨૦૨૫ સાંજના ૦૬:૦૦ વાગ્યા કલાક સુધીમાં મળી જાય તે રીતે આર.પી.એ.ડી. અથવા રૂબરૂ મોકલી આપવાની રહેશે. તેમજ સંબંધિત ઉમેદવારોને જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ મોરબી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કે બી ઝવેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!