પોલીસે શરૂ કરેલી MORBI ASSURED નામની APP. માં રજી નહી કરાવતા ગુન્હો નોંધાયો
મોરબી: મોરબીના સીરામીક એકમો સહિતના કારખાનામાં કામ કરતા મજૂરોના આઈ.ડી.પ્રુફ રાખવા માટે પોલીસે તાજેતરમાં MORBI ASSURED નામની APP. શરૂ કરી હોય પણ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના કોન્ટ્રાકટરે આ એપમાં રજી. નહિ કરાવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લીધેલ હતો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. મનીષભાઇ લલીતકુમાર બારૈયાએ આરોપી દેવીપ્રસાદ ઉર્ફે દેવરાજ પુરણલાલ સેન ઉવ.૨૫ ધંધો-મજુરી રહે. હાલ ખોખરા હનુમાન રોડ પર આવેલ એવેંજર સીરામીકની મજુર ઓરડીમા તા.જી.મોરબી મુળ રહે. હર્રાઈ ગામ વોર્ડ નં-૨, તા.તેંદુ ખેડા જી. દમોહ મ.પ્રદેશવાળા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતે કોન્ટ્રાકટર તેમજ પોતાના નિચે કામ કરતા મજુરના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની નહી રાખી કે MORBI ASSURED નામની APP.રજી નહી કરાવી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે હાલ આ આરોપીને પકડી લીધેલ છે.