ટંકારાના મિતાણા ગામે ગત તા. ૦૩/૦૮ના રોજ ઘરમાં જોર જોરથી ગાળો બોલવાની ના પાડતા પડોશમાં રહેતા માતા-પુત્ર દ્વારા પાડોશી મહિલા ઉપર તલવાર અને લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પાડોશી દ્વારા વળતી ફરિયાદ નોંધાવી કે ઘરમાં દેકારો કેમ કરો છો તેમ કહી પાડોશી માતા-પુત્રએ લાકડી વડે હુમલો કરી માથામાં તથા શરીરે મૂંઢમાર માર્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી માતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા શૈલેષભાઇ નથુભાઇ પારઘી ઉવ.૪૫એ આરોપી કેશરબેન ધનજીભાઇ પારઘી તથા કેસરબેનનો દિકરો યોગેશ રહે.બન્ને મીતાણા તા.ટંકારા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૩/૦૮ના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ફરિયાદી શૈલેષભાઇ તેના ઘરમાં રસોઇ બનાવવા બાબતે બોલાચાલી કરતા ત્યારે સામેની શેરીમાં રહેતા આરોપીઓ શૈલેષભાઇના ઘરે જઇ કહેલ કે ‘તમો કેમ દેકારો કરો છો’ તેમ કહી શૈલેષભાઇ તથા સાહેદને ગાળો આપી આરોપી કેશરબેને સાહેદને માથામા તથા હાથમાં લાકડી મારી માથામાંથી લોહી નીકળેલ તેમજ મુઢ ઇજાઓ કરેલ તેમજ આરોપી યોગેશ એ શૈલેશભાઈને વાસામાં તથા હાથ—પગમાં લાકડી મારી મુંઢ ઇજાઓ કરેલ હોય જે મુજબની વળતી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની મારીવાહી હાથ ધરી છે.