ટંકારાના તિલકનગર વિસ્તારમાં બે દિવસ પહેલા બપોરના સુમારે જૂની અદાવતનો ખાર રાખી કુટુંબીક ભત્રીજાઓ શેરીમાં ગાળો બોલતા હોય ત્યારે કુંટુંબીક કાકી દ્વારા શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ભત્રીજાઓ દ્વારા ધોકા-ધારીયાથી કાકી, બહેન-ભાભી, ભત્રીજા ઉપર હુમલો કરવામાં આવતા ચાર સામે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી ટંકારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવાઈ હતી જે બાદ બનેલ બનાવ અંગે કુટુંબીક ભત્રીજા દ્વારા કાકી સહિતના ચાર સામે ભાઈના દીકરાએ શેરીમાં ઉભા નહીં રહેવાનું બાબતે સમજાવવા જતા સમગ્ર મારામારી તથા ઝપાઝપીનો બનાવ બન્યો જેમાં કુટુંબીક કાકી સહિતના ઘરના સભ્યો દ્વારા લાકડી, ધારીયા વડે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
ટંકારાના તિલકનગર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ નવીનભાઈ ગોહિલ ઉવ.૨૮એ ટંકારા પોલીસ મથકમાં આરોપી જડીબેન, કાંતિ ગોવિંદભાઇ ગોહિલ, નરેશ ગોવિંદભાઇ ગોહિલ તથા માનુબેન ગોવિંદભાઇ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૬/૦૮ના રોજ બપોરના અરસામાં ફરિયાદી નવઘણભાઈનો ભત્રીજો સંજય શેરીમાં ઉભો હોય ત્યારે આરોપી જડીબેન અને કાંતિએ સંજય ઉર્ફે ભોલાને શેરીમાંથી નીકળવાની ના પાડી ગાળો આપેલ હોય જેથી આ બાબતે નવઘણભાઈ આરોપીઓને સમજાવવા જતા આરોપી જડીબેન અને કાંતિએ નવઘણભાઈને બેફામ અપશબ્દો આપવા લાગેલ અને આરોપી કાંતિ ઝપાઝપી કરવા લાગ્યો હતો જ્યારે આરોપી નરેશ એ નવઘણભાઈને માથાના ભાગે ધારીયાનો એક ધા મારી ટાંકા આવે તેવી ઈજા કરી તથા આરોપી મનુબેને હાથમા લાકડી રાખી ગાળો આપી હતી. તે દરમિયાન આરોપી નરેશે નવઘણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
હાલ ટંકારા પોલીસે બંને પક્ષોએ સામસામી નોંધાવેલ ફરિયાદમાં બંને પક્ષકારોની વિગતવાર ફરિયાદ નોંધી બે મહિલા સહિત ૮ આરોપીઓ સામે મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.