મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નીચી માંડલ ગામના વીડી વિસ્તારમાં રેઇડ કરીને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી. રેઇડ દરમિયાન ૨૦૦૦ લીટર ગરમ અને ઠંડો આથો, ૨૭૦ લીટર તૈયાર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત રૂ. ૯૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન મુખ્ય બે આરોપી સહિત ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા.
મોરબી તાલુકા પોલીસની ટીમે નીચી માંડલ ગામની સીમમાં આવેલ વીડી વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસને મળેલ પૂર્વ બાતમી અનુસાર, આરોપી વાલજીભાઇ ઉર્ફે વાલીયો શામજીભાઇ ઝંઝવાડીયા રહે. ત્રાજપર મોરબી, ગૌતમ ઉર્ફે ગટ્ટો રહે. ઉચીમાંડલ તા-જી મોરબી તથા બે અજાણ્યા ઇસમો ગેરકાયદેસર ભઠ્ઠી ચલાવી રહ્યા હતા. રેઇડ દરમ્યાન ૨૦૦ લીટર ગરમ આથો કિ.રૂ. ૪,૦૦૦/-, ૧૮૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૩૬,૦૦૦/-, ૨૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૫૪,૦૦૦/-), પ્લાસ્ટિક તથા સ્ટીલની પાઇપ, બે લોખંડના બેરલ સહિત કુલ રૂ.૯૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ દરોડા દરમિયાન નાસી ગયા હતા, જેથી ચારેય આરોપીને ફરાર દર્શાવી તાલુકા પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.