Saturday, May 10, 2025
HomeGujaratવાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી, પોલીસને જોઈ બે આરોપી...

વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી, પોલીસને જોઈ બે આરોપી નાસી ગયા.

૩૦૦ લીટર ગરમ આથો, ૧૮૦૦ લીટર ઠંડો આથો, ૯૦ લીટર ગરમ દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધન સહિત ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે ભીમગુડા ગામે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી, જ્યારે દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો અને ગરમ આથો મળી કુલ ૨૧૦૦ લીટરનો જથ્થો તથા ગરમ દેશો દારૂ સહિત રૂ.૭૫,૪૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસ દૂરથી આવતા જોઈ બન્ને આરોપીઓ નાસી ગયા હતા, જેથી તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના વીરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે ગણેશભાઈની વાડી પાસે આવેલ પાણીના ખાડા નજીક ખરાબામા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોય જે મુજબની બાતમીને આધારે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી હતી, રેઇડ દરમ્યાન સ્થળ પરથી ગરમ આથો લીટર-૩૦૦ કિ.રૂ.૭૫૦૦/- તથા ઠંડો આથો લીટર-૧૮૦૦ કિ.રૂ.૪૫,૦૦૦/- તથા દેશી દારૂ લીટર-૯૦ કી.રૂ.૧૮,૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૪૯૫૦/- મળી કુલ કીં.રૂ.૭૫,૪૫૦/- ના મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે પોલીસને દૂરથી આવતી જોઈ બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા, જે પૈકી એક આરોપી મહાદેવભાઈ દેવશીભાઈ કોળી રહે.વિરપર તા.વાંકાનેર જી.મોરબી વાળો ઓળખાય જઈ તથા તેની સાથેનો એક અજાણ્યા માણસ ઓળખાયો ન હોય, ત્યારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!