Thursday, January 29, 2026
HomeGujaratહળવદમાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, મહિલા સહિત બે ઝડપાયા

હળવદમાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, મહિલા સહિત બે ઝડપાયા

હળવદ પોલીસે ઘરમાંથી દેશી દારૂ, ભઠ્ઠીની સાધન સામગ્રી, બિયરના ટીન સહિત રૂ.૧.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દંપતી સંચાલિત ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં એક મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા જ્યારે એક આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરાયો છે. પોલીસે કુલ રૂ.૧.૩૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

હળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજા અને તેની પત્ની ઉર્મિલાબેન રાતોજા બન્ને ખેરાળી ગામના સુનિલભાઈ રીબડીયા સાથે મળીને પોતાના રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસે ઉપરોક્ત ઘરમાં રેઇડ કરી હતી. ત્યારે ઘરમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. દરોડા દરમિયાન પોલીસે ૩૦૦ લિટર ગરમ આથો કિં.રૂ.૭,૫૦૦/-, ૧૮૦૦ લિટર ઠંડો આથો કિં.રૂ.૪૫,૦૦૦/-, ૩૫૦ લિટર દેશી દારૂ કિં.રૂ.૭૦,૦૦૦/-, દેશી દારૂ ગાળવાની સાધન સામગ્રી, ગેસ ચૂલા, એક ગેસ સિલિન્ડર તેમજ કિંગફિશર બિયરના ૨૫ નંગ ટીન સહિત કુલ રૂ.૧,૩૩,૭૦૦/-નો મુદ્દામાલ સાથે આરોપી ઉર્મિલાબેન માનસિંગ રાતોજા ઉવ.૨૮ રહે. હળવદ તથા આરોપી સુનિલભાઈ દિલીપભાઈ રીબડીયા ઉવ.૨૬ રહે.ખેરાળી ગામ તા.વઢવાણ જી.સુ.નગર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આરોપી માનસિંગ ઉર્ફે હદીયો હાજર નહિ મળી આવતા તેને પોલીસે આ કેસમાં વોન્ટેડ જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!