Sunday, April 13, 2025
HomeGujaratવાંકાનેરમાં હસનપર ઓવરબ્રિઝ ઉપર ટ્રક હડફેટે બાઇક સવાર દંપતી ખંડીત.

વાંકાનેરમાં હસનપર ઓવરબ્રિઝ ઉપર ટ્રક હડફેટે બાઇક સવાર દંપતી ખંડીત.

વાંકાનેરમાં નેશનલ હાઇવે હસનપર ઓવર બ્રિજ ઉપર ટ્રકે પાછળથી બાઇક સવાર દંપતીને હડફેટે લેતા, પતિની નજર સમક્ષ પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય અને તેમના પત્ની મોનાલીબેન ગઈ તા.૦૭/૦૪ના રોજ સવારના મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એઈ-૮૭૦૭ વાળુ લઈને જતા હોય ત્યારે હસનપર ઓવરબ્રિઝ ઉપર ફરીયાદી ચલાવી જતા હતા ત્યારે પાછળ આવતા કાળમુખા ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક.રજી નં. યુપી-૨૨-એટી-૧૫૫૨ ફુલ સ્પીડમા બેફીકરાયથી અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી, મોટર સાયકલને પાછળથી ઠોકર મારી હતી, ત્યારે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કમલેશભાઈને શરીરે છાલ છોલ તથા ફેકચરની ઇજા પહોંચી હતી જ્યારે તેમના પત્ની મોનાલીબેનને બન્ને પગમા સાથળના ભાગે ગંભીર ઇજા પહોચતા, મોનાલીબેનનું મૃત્યુ નિપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, હાલ ઇજાગ્રસ્ત કમલેશભાઈની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!