વીમાનું કાર્ય દુર્ઘટનાથી થનાર નુકસાનના ખર્ચની અનિશ્ચિતતા સામે વળતર પૂરું પાડવાનું છે. તેમાં વીમાકંપની નિશ્ચિત સમયગાળા દરમિયાન, મુકરર પ્રીમિયમ સામે, અકસ્માતથી થયેલ નુકસાનનું ખર્ચ, કરારની શરતો અનુસાર ભરપાઈ કરી આપવા વચનબદ્ધ થાય છે. તેમ છતાં આઇ.સી.આઇ.સી.આઇ.એ તેના એક ગ્રાહકને છેતાલીસ દિવસ મોડી વીમા કંપનીને જાણ કરી હોવાનું કહી પૈસા ન ચૂકવ્યા ફરિયાદીએ કેસ કરતા કોર્ટે વીમા કામનીને વ્યાજ સાથે પૈસા ચૂકવવા હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુના નાગડાવાસ ખાતે રહેતા ભાવેશભાઇ સવજીભાઇએ આઇ.સી.આઇ.સી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ માંથી પોતાની બોલેરો ગાડીનો વીમો લીધેલ હતો. ત્યારે થોડા સમય પહેલા તેઓની ગાડીની ચેસીસ તુટી જતા અને અન્ય ગાડીમાં ખર્ચ થતા વીમા કંપની સામે ફરીયાદ કરેલ પરંતુ વીમા કંપનીએ કહયુ કે, ફરયાદીએ 46 દિવસ મોડી વીમા કંપનીને જાણ કરેલ છે તેથી તે વીમાને હકકદાર નથી. તેમ કહેલ હતું. જેને લઈ ભાવેશભાઇ તરફી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કેસ લડ્યો હતો. જેમાં નામદાર કોર્ટે વીમા કંપનીને કહેલ કે, તમોએ વીમો લીધેલ માટે તમારે વીમાની રકમ આપવી જોઇએ તમારી સેવામાં ખામી હોય તેમ ગ્રાહક માને છે માટે તમારે હુંબલ ભાવેશભાઇ સવજીભાઇને રૂપિયા ૮ર,૩૯૦,૦૦ રૂપિયા (બ્યાસી હજાર ત્રણસો નેવું પુરા) આપવાના રહેશે તથા કેસ દાખલ થયાની તારીખઃ- ૧૫/૦૧ થી છ ટકાના વ્યાજ સાથે તેમજ ગ્રાહકને પાંચ હજારનો ખર્ચ થયેલ છે તે ચુકવવાનો હુકમ કરેલ છે.