Thursday, January 9, 2025
HomeGujaratઆગામી લોકસભાની ચુંટણીને લઈ મોરબીમાં રાજકોટ રેન્જ આઇજી દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

આગામી લોકસભાની ચુંટણીને લઈ મોરબીમાં રાજકોટ રેન્જ આઇજી દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ

મોરબી જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ સજ્જ થઇ છે. ત્યારે ચુંટણી અનુસંધાને રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાની IGP રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારની અધ્યક્ષતામાં મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતેક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અધ્યક્ષતામાં રેન્જના પાંચેય જિલ્લાઓ (જામનગર, મોરબી, રાજકોટ, દેવભુમી દ્વારકા, સુરેંદ્રનગર) ની મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પાંચેય જિલ્લાના પોલીસ અધિક્ષકો તથા મદદનીશ પોલીસ અધિક્ષકો તથા નાયબ પોલીસ અધિક્ષકો હાજર રહ્યા હતા. અને ચુટણીલક્ષી બાબતો તથા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, આગામી દીવસોમાં લોકસભાની ચુટણી યોજાનાર હોય તેને લક્ષીને રાજકોટ રેન્જમાં આવેલ તમામ જિલ્લાઓમાં સુચારૂ વ્યવસ્થા ગોઠવાય સારી તૈયારી કરી શકાય તેમજ પબ્લીક શાંતીપુર્ણ અને નિર્ભીત રીતે મતદાન કરી શકે તે રીતે વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવ્યા છે. તેમજ આગામી દીવસોમાં ઉનાળાની સિઝન શરૂ થનાર હોય આ સમયગાળા દરમિયાન રાજકોટ રેન્જના જિલ્લાઓમાં શુ શુ બનાવો બને તેને રોકવા માટેના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવેલ અને પોલીસ દ્વારા તેનો નિકાલ કેવી રીતે કરવો તેની સુચના આપવામાં આવ્યા હતા. અને મોરબી જિલ્લા પોલીસ સુરક્ષાસેતુ સોસાયટીને લગત વિવિધ પ્રોગ્રામો જેમાં વુધ્ધ, મહીલાઓ,બાળકો માટે શુ શુ મદદરૂપ કામગીરી પોલીસ દ્વારા થઇ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચુંટણી સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારની અફવાઓ ઉપર પબ્લીક વિશ્વાસ ન કરે તેઓ મેસેજ જિલ્લાઓના તમામ લોકો સુધી પહોંચે તેવી રીતેની કાર્યવાહી કરવા તેમજ કોઇપણ જાતની માહીતી મળ્યે તાત્કાલીક પોલીસને જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.

રાજકોટ રેન્જમાં આવેલ પાંચેય જિલ્લાઓમાં અલગ-અલગ લોકસભાની બેઠકો જેમાં કચ્છ,જામનગર, રાજકોટ, સુરેંદ્રનગર, પોરબંદર વિગેરેનો સમાવેશ થતો હોય જેથી આ બેઠકોમાં યોજાનાર ચુટણી અનુસંધાને પોલીસને જરૂરી તાલીમો જેમાં બુથ ફરજ, સ્ટ્રોંગ રૂમ, મતદાન મથકોની ફરજો વિગેરેની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તેની સુચનાઓ આપવામાં આવી હતી. અને આગામી ચુંટણી અનુસંધાને રેન્જના તમામ જિલ્લાઓમાં હથીયાર પરવાના ધારકોને પોતાના પરવાના વાળા હથીયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરવા તથા જાહેરનામાનો અમલ કરાવવા સુચનાઓ આપવામાં આવી છે. તેમજ તમામ સંવેદન તથા અતિ સંવેદનશીલ બુથો તથા વર્નેબલ બુથોની માહીતીની સમીક્ષા કરવા તેમજ જિલ્લાઓમાં સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં બહારથી આવનાર PARA MILITARY/ C.A.P.F સાથે રાખી એરીયા ડોમીનેશન કરવા સુચના આપવામાં આવી હતી. તમામ જિલ્લાઓમાં અવાર-નવાર ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ ઇસમોને કાયદાકીય અંકુશમાં લેવા વધુમાં વધુ અટકાયતી પગલા લઇ કાયદો વ્યવસ્થા વધુ મજબુત કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ દારૂ, જુગાર તથા હથીયાર, એન.ડી.પી.એસ.ના વધુમાં વધુ કેસો કરવા તેમજ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા સુચના અપાઈ હતી. હાલમાં તેમજ ભવિષ્યમાં રેન્જના તમામ જિલ્લાઓમાં રહેતી શાંતી પ્રિય પ્રજાની જાન-માલ અને મિલ્કતનુ રક્ષણ થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી સુદ્રઢ અને મજબુત બનાવવા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. અને દરેક જિલ્લાઓમાં બંદોબસ્તમાં આવનાર PARA MILITARY/ C.A.P.F દળને રહેઠાણ માટેની તથા અન્ય વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાય તેની ખાસ તકેદારી રાખવા સુચના કરવામાં આવી હતી. નજીકના દીવસોમાં હોળી/ધુળેટીનો તહેવાર આવતો હોય જેથી પ્રરપ્રાંતીય મજુરો આ તહેવાર અનુસંધાને પોતાના વતન તરફ પરત જતા હોય જેથી આ સમયગાળા દરમિયાન જિલ્લા વિસ્તારમાં કોઇ મિલ્કત કે શરીર સબંધી ગંભીર ગુન્હાઓ ન બને તેની તકેદારી માટેની સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ આવનાર હોળી/ધુળેટીના તહેવારનુ સૌરાષ્ટ્રમાં વધુ મહત્વ હોય છે. જેથી આ તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સુચારૂ રીતે જળવાય રહે તે માટે પેટ્રોલીંગ ટીમો બનાવવી તેમજ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવા સુચના કરવામાં આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સ મીટીંગ દરમિયાન રેન્જના પાંચેય જિલ્લા પોલીસ વડાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષકો તથા આશરે ૨૦ જેટલા નાયબ પોલીસ અધિક્ષકો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!