ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ખેડૂતને મોરબી રહેતા વ્યાજખોરે ઉંચા વ્યાજે નાણા આપ્યા હોય ત્યારે ભાજપ આગેવાન દ્વારા વ્યાજે આપેલ રકમ અને વ્યાજની ચૂકવણી કરી આપી હોવા છતાં વધારે રકમની લાલચે નોટરી લખાણ કરાવી ચેક બાઉન્સ કરાવ્યો હતો અને ખેડૂત ઉપર નેગોસીએબલ અંગેનો કેસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ભાજપ ના જ આગેવાને અન્ય ભાજપ આગેવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી જીલ્લા યુવા ભાજપ ના અગ્રણી બેચરભાઇ મગનભાઇ ધોડાસરા (ઉવ.૨૭)એ ટંકારા પોલીસ મથકમાં આરોપી મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને યુવા ભાજપના જ આહવાન હિરેનભાઈ રાજેશભાઇ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી બેચરભાઈને આરોપીએ ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જે તમામ રૂપિયા અને તેની ઉપરનું વ્યાજ બેચરભાઈ એ પરત આપી દીધેલ હોવા છતા વધુ વ્યાજ લેવા માટે બળજબરીપુર્વક ફરીયાદી પાસે નોટરી લખાણ લખાવી લઇ બેચરભાઈ એ આપેલ કોરા ચેકમાં રકમ ભરી ચેક રિટર્ન થતા કોર્ટમાં નેગોશીબલ મુજબ કેસ કરી બેચરભાઈને માનસિક હેરાન પરેશાન કરતા હોય તેમજ ઉચા વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય. ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.