મોરબીમાં રહેતી યુવતી સાથે મોરબી જ એક યુવકે લગ્નની લાલચ આપીને વારંવાર શરીર સુખ માણી અને અંતે યુવકે અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી જેને લઇને ભોગ બનનારે એસિડ પી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો હાલ આ મમલે યુવક વિરૂદ્ધ ઍટ્રોસિટી અને બળાત્કાર નો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીમાં રહેતી યુવતીએ એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઇને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતી સાથે મોરબીના વૈભવ નિલેશભાઈ ભોરણીયા નામના યુવકે લગ્ન ની લાલચ આપી વારંવાર શરીર સુખ માણ્યું હતું જે બાદ આરોપી યુવકે અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી જે સગાઇ અંગે ભોગ બનનાર ને જાણ થતાં તેને યુવકને ફોન કર્યો હતો અને ફોન ઉપાડીને તેને જાતિ પ્રત્યે હડધૂત કરી બીજી વાર ફોન ન કરવા જણાવ્યું હતું જેથી યુવતીને અન્ય કોઈ રસ્તો ન મળતા અંતે તેને એસિડ પી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી હાલ ભોગ બનનાર દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર તેમજ ઍટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.