Sunday, January 12, 2025
HomeGujaratમાળીયા મીં.ના મોટી બરાર ગામે વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી મારી...

માળીયા મીં.ના મોટી બરાર ગામે વૃદ્ધને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી મારી નાખવાની ધમકી આપતા ઇસમ સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અને અમુક આવારા તત્વો પોતાના મળતીયાઓના ઉપરાણા લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા શખ્સોને ધાક ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના માળીયા મીં.ના મોટી બરાર ગામે એક આધેડ સાથે બની છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીં.ના મોટી બરાર ગામે રહેતા નિવૃત સામાજીક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાએ અગાઉ કોઈ કારણોસર એભલ ઉર્ફે વિનોદ ભવાન અને અકબર સામે ફરિયાદ દાખલ કરી હતી. જેનો ઉપરાણો લઈ જશાપર ખાતે રહેતા નિર્મળ મુળુભાઇ કાનગડ નામના શખ્સે ફરીયાદીને કહેલ કે મારા મળતીયા એભલ ઉર્ફે વિનોદ ભવાન અને અકબર સામે કેસ ચાલુ છે તે કેસ પાછા ખેંચી લે જેનો ફરીયાદીએ કેશ પાછા ખેંચી લેવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ જાતી પ્રત્યે બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કરતા સમગ્ર મામલે માળીયા મીં. પોલીસ મથકે નિર્મળ મુળુભાઇ કાનગડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!