વાંકાનેરમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલો યુવાન છાસવારે પીછો કરીને તુ મારી સાથે લગ્ન નહીં કર તો બીજાની થવા નહીં દવ કહી હેરાન પરેશાન કરવામાં કરવામાં આવતી રહેતી હતી. આખરે લાંબા સમયથી રોમિયોનો ત્રાસ સહન કરતી યુવતીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાતી દેવરી ગામ માં રહેતી યુવતીને હાર્દીક નામનો રોમિયો અવાર નવાર લગ્ન કરવા માટે તેની પાછળ પડી મોબાઇલ આપી લગ્ન કરવા અંગે હેરાન પરેશાન કરી કહેલ કે તુ મારી સાથે લગ્ન નહીં કર તો બીજાની થવા નહીં દવ તેમ કહી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે યુવતીએ કંટાળી હાર્દીક તથા તેનો સાથ આપનાર દેવુબેન, રવજીભાઇ દાનાભાઇ તથા અનુબેન વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે હાર્દીકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.