Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરની યુવતીને છાસવારે રસ્તામાં આંતરી હેરાન પરેશાન કરતાં રોમિયો વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરની યુવતીને છાસવારે રસ્તામાં આંતરી હેરાન પરેશાન કરતાં રોમિયો વિરુદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલો યુવાન છાસવારે પીછો કરીને તુ મારી સાથે લગ્ન નહીં કર તો બીજાની થવા નહીં દવ કહી હેરાન પરેશાન કરવામાં કરવામાં આવતી રહેતી હતી. આખરે લાંબા સમયથી રોમિયોનો ત્રાસ સહન કરતી યુવતીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાતી દેવરી ગામ માં રહેતી યુવતીને હાર્દીક નામનો રોમિયો અવાર નવાર લગ્ન કરવા માટે તેની પાછળ પડી મોબાઇલ આપી લગ્ન કરવા અંગે હેરાન પરેશાન કરી કહેલ કે તુ મારી સાથે લગ્ન નહીં કર તો બીજાની થવા નહીં દવ તેમ કહી ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે યુવતીએ કંટાળી હાર્દીક તથા તેનો સાથ આપનાર દેવુબેન, રવજીભાઇ દાનાભાઇ તથા અનુબેન વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે હાર્દીકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!