મોરબીના લાલપર ગામની સીમમાં બે શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી એક આધેડ પર કટ્ટરબ્લેડ તથા ડીસમીસ જેવા સાધનોથી જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં આધેડ ગંભીર રીતે ઘવાતા તેને સારવારમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓરસન અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષકુમાર રાધાકાંતભાઇ પાંડા નામના આધેડ પર તેમના રહેણાંક મકાનના ફ્લેટમાં આકાશભાઇ ઓમપ્રકાશભાઇ ચૌધરી રહે.લાલપર ગામની સીમમાં આવેલ શ્રીજી વિટ્રીફાઇડ તથા મહેશભાઇ લુહાર રહે.લાલપર ગામની સીમમાં આવેલ શ્રીજી વિટ્રીફાઇડ એમ બંને આરોપીઓએ ગેરકાયદેસર રાત્રીના પ્રવેશ કરી સંતોષકુમાર રાધાકાંતભાઇ પાંડા આકાશભાઇ ઓમપ્રકાશભાઇ ચૌધરીને અવારનવાર મસ્તીમાં ગાળો દેતા હોય જેનો ખાર રાખી આકાશે હાથમાં કટ્ટરબ્લેડ તથા મહેશે હાથમાં ડીસમીસ જેવા સાધનો લઇ સંતોષભાઈની સાથે મારામારી કરી આકાશે ફરિયાદીને પતાવી દેવાની ધમકી આપી ઝપાઝપી કરી આડેધડ માર મારતા ફરિયાદીને શરીરે મુંઢ માર તથા મોઢા ઉપર ગાલના ભાગમા, દાઢીના ભાગમા, દાઢીના નીચેના ભાગમા, ડાબા હાથમાં ઇજાઓ થતા ચામડી ફાટી જતા ટાંકાઓ જેવી ઇજાઓ પહોંચાડતા સંતોષભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.