મોરબીમાં ત્યજી દીધેલ નવજાત બાળકો મળવાની ઉપર છાપરી ઘટનાએ ચકચાર મચાવ્યો છે, હજુ બે દિવસ પહેલા પ્રેમજીનગર મકનસર ખાતે નિષ્ઠુર અજાણી સ્ત્રી(માતા) દ્વારા ત્યજી દીધેલ તાજું જન્મેલ જીવતું બાળક મળી આવતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યું હતું ત્યારે વળી પાછું મોરબીના વાવડી ગામ નજીક કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું હતું ત્યારે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃત નવજાત બાળકનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
મોરબીના નાની વાવડી ગામ અને નેષ્ટ સ્કૂલ વચ્ચે આવેલ કેનાલમાંથી ગઈ તા.૦૭/૦૧ના રોજ તાજું જન્મેલું મૃત બાળક મળી આવ્યું હતું. ત્યારે લોકોના ટોળા એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને નવજાત મૃત બાળકનો કબ્જો લઈ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ તાલુકા પોલીસે અશ્વીનભાઇ બચુભાઇ પડશુબીયા જાતે પટેલ ઉવ-૪૦ રહે- નાની વવાડી બજરંગ સોસાયટીવાળાની ફરિયાદને આધારે તાજું જન્મેલું મૃત બાળકને ત્યજી દેનાર આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.