Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંથી મળી આવેલ મૃત નવજાત બાળક મામલે ગુનો નોંધાયો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંથી મળી આવેલ મૃત નવજાત બાળક મામલે ગુનો નોંધાયો

મોરબીમાં પ્રકાશ ડેરી પાછળ મહેન્દ્રપરા શેરી નં.૧માંથી અજાણી સ્ત્રી દ્વારા ત્યજી દીધેલ મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. ત્યારે સ્થાનિકો દ્વારા પોલીસમાં જાણ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગત તા.૦૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૨ વાગ્યા પહેલા મોરબી સ્ટેશન રોડ પ્રકાશ ડેરીની પાછળ મહેન્દ્રપરા શેરી નં.૧ માં મૃત નવજાત બાળક મળી આવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃત નવજાત શીશુ કે જે પુરુષ જાતિના બાળકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી મૃત નવજાત બાળકનું ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતું. ત્યારે ફોરેન્સિક રિપોર્ટ મુજબ બાળક ૩૦ થી ૩૨ અઠવાડિયાનું હોવાનું બહાર આવ્યું હતું. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી(માતા) વિરુદ્ધ ગુન્હો નોંધી મૃત નવજાત બાળક કોને અને ક્યાં કારણોસર ત્યજી દેવામાં આવ્યું છે તે અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!